ઓખા ખાતે ચૈત્રી બીજ સિંધી સમાજનું નવું વર્ષ કહેવામાં આવે છે તથા જુલેલાલ જયંતિ પણ કહેવામાં આવે છે.ઓખા ખાતે દર વર્ષે જુલેલાલ જયંતિ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી હતી.
પરંતુ આ વખતે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ઓખા સિંધી સમાજના પ્રમુખ તથા ઉપપ્રમુખની હાજરીમાં ફક્ત આરતી કરી સાદગી પૂર્ણ ફક્ત 5 થી 7 કાર્યકરો દ્વારા ઉજવામાં આવી છે અને ઓખાના તમામ સિંધી સમાજના લોકોએપોત પોતાના ઘરે ઉજવણી કરી હતી.