Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં અરજીની તપાસ દરમ્યાન પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી

જામનગરમાં અરજીની તપાસ દરમ્યાન પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી

સરકારી વાહનમાં માથા પછાડી અટકાયત ટાળવા શખ્સનો પ્રયાસ: શખ્સની પત્નીએ દવા પી એટ્રોસિટીના કેસમાં પોલીસકર્મીને ફસાવી દેવાની ધમકી આપી: દંપતિ વિરૂધ્ધ ફરજમાં રૂકાવટની ફરિયાદ

- Advertisement -

જામનગર શહેરના ખાખીનગર વિસ્તારમાં દંપતિ વિરૂધ્ધ અવાર-નવાર થતી અરજી સંદર્ભે પોલીસની ટીમ તપાસ માટે ગઇ હતી. તે દરમ્યાન અટકાયત ટાળવા માટે શખ્સે સરકારી વાહનમાં બેસાડવા જતા સમયે પોલીસ કર્મચારીનો કાઠલો પકડી ઝપાઝપી કરી કપડા કાઢી નાખ્યા હતા તેમજ શખ્સની પત્નીએ પતિની અટકાયત ન કરવા માટે દવા પી એટ્રોસિટીના ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી વીડિયો બનાવી પોલીસની ફરજમાં રૂકાવટ કર્યાના બનાવ નોંધી વધુ તપાસ આરંભી હતી.

મળતી વિગત મુજબ જામનગર શહેરના ખાખીનગર વિસ્તારમાં રિધ્ધિ-સિધ્ધિ રેસ્ટોરન્ટમાં રહેતા ધર્મેશ ઉર્ફે ધમો રસિક ગોહિલ નામના શખ્સ વિરૂધ્ધ આવેલી અરજીની તપાસમાં હેડ કોન્સ્ટેબલ ધવલગીરી ગોસાઇ સહિતની ટીમ ગઇ હતી. આ ટીમે ધર્મેશ ગોહિલની અટકાયત કરવાનુ જણાવી ધર્મેશને સરકારી વાહનમાં બેસાડવા જતા હતા તે દરમ્યાન વાહનનો દરવાજો પકડી નીચે પડી ગયો હતો અને ત્યારબાદ પોલીસકર્મીનો કાઠલો પકડી ઝપાઝપી કરી કપડા ફાડી નાખ્યા હતાં તેમજ પતિ ધર્મેશની અટકાયત ટાળવા માટે પત્ની હેતલે પતિની અટકાયત માટે અડચણ ઉભી કરી દવા પી એટ્રોસિટીના કેસમાં ફીટ કરી દેવાની પોલીસકર્મીને ધમકી આપી હતી. તેમજ ખોટા ઉપજાવી બનેલા આક્ષેપ વાળો વીડિયો મોબાઇલમાં બનાવી પતિ ધર્મેશની ધરપકડ ટાળવા માટે પ્રયાસ કર્યો હતો.

આ બનાવ દરમ્યાન ધર્મેશે સરકારી વાહનમાં તેનુ માથુ ભટકાડી અગાઉ કરાવેલા ઓપરેશનની જગ્યાએ તેના હાથે જ ખંજવાળી લોહી કાઢી ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની પોલીસ કર્મચારીઓને ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમ્યાન પતિ-પત્નીએ પોલીસ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી પોલીસ કર્મીના કપડા ફાડી નાખી અને પત્નીએ દવા પી એટ્રોસિટીના ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપ્યાના બનાવમાં હેડ કોન્સ્ટેબલ ધવલગીરીએ ધર્મેશ ઉર્ફે ધમો રસિક ગોહિલ અને હેતલબેન ધર્મેશ ગોહિલ નામના દંપતિ વિરૂધ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular