Wednesday, February 18, 2026
Homeરાજ્યજામનગરજામનગરના નામાંકિત તબીબ સાથે શેરબજારમાં રોકાણના નામે લાખોની છેતરપિંડી

જામનગરના નામાંકિત તબીબ સાથે શેરબજારમાં રોકાણના નામે લાખોની છેતરપિંડી

તબીબ ડો. કે. એસ. મહેશ્વરી સાથે રૂા. 41.86 લાખની છેતરપિંડી : શેરબજારમાં રોકાણના નામે પાંચ શખ્સો દ્વારા વિશ્વાસઘાત : જુદી જુદી 6 કંપનીઓમાં રોકાણ કરાવી શેર અને રૂપિયા આપ્યા નહીં : પોલીસ દ્વારા આરકેડિયા કંપનીના ડાયરેકટર સહિત પાંચ વિરૂદ્ધ ફરિયાદ

જામનગરના નામાંકિત તબીબને શેરબજારમાં રોકાણ કરવા લલચાવી રૂા. 41.86 લાખનું રોકાણ કરાવી રોકાણની રકમ પરત નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડીના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

છેતરપિંડીના બનાવની વિગત મુજબ જામનગર સહિત સમગ્ર દેશભરમાં ઊંચા નફાની લાલચ આપી જુદા જુદા પ્રકારે રોકાણ કરાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતી ગેંગો એક્ટિવ છે. આ ગેંગો દ્વારા એજ્યુકેટેડ લોકોને શેરબજારમાં રોકાણ કરવાના નામને લલચાવી કરોડોની છેતરપિંડીના બનાવો લગભગ દરરોજ બનતા હોય છે. તેમ છતાં ઉંચા નફાની લાલચમાં રોકાણકારો કંપની અને તેના કર્મચારીઓની ચકાસણી કર્યા વગર વિશ્વાસ કરી રોકાણ કરતાં હોય છે અને ત્યારબાદ પસ્તાવાનો વારો આવે છે. આવું જ એક કૌભાંડ જામનગર શહેરમાં સુજલ હાઉસ પાર્ક કોલોની, એચડીએફસી બેન્ક સામે રહેતાં નામાંકિત તબીબ ડો. કિશોરભાઇ સાજનમલ મહેશ્વરી (ઉ.વ.71) નામના વૃદ્ધ તબીબને શેરબજારમાં રોકાણ કરાવવા માટે આરકેડિયા શેર અને બ્રોકર પ્રા. લિ. કંપનીના ડાયરેકટર નીતિન અમૃતલાલ તથા એન્ટોની સીકવેટા તથા પ્રેમ એન્ટોની સિકવેટા તથા યશ રમેશ બ્રહ્મભટ્ટ અને રમેશ અમૃતલાલ બ્રહ્મભટ્ટ સહિતના શખ્સોએ નામાંકિત તબીબ પાસે જુદી જુદી 6 કંપનીઓમાં રૂા. 41,86,556.72ની માતબર રકમની ખરીદી કરાવી હતી.

ત્યારબાદ નામાંકિત તબીબના ડીમેટ એકાઉન્ટમાં આ શેરો ચઢાવ્યા ન હતાં. આ શેરો પોતાની કંપનીમાં રાખી તબીબ સાથે વિશ્વાસઘાત કર્યો હતો. તબીબ દ્વારા શેરબજારમાં કરેલા રોકાણની ઉઘરાણી કરતાં કંપનીના ડાયરેક્ટરો સહિતના પાંચ શખ્સોએ આ રકમ તબીબને પરત આપી ન હતી અને શેરો પણ તબીબના એકાઉન્ટમાં ચઢાવ્યા ન હતા. તબીબ દ્વારા શેર અથવા રૂપિયાની માંગણી કરવાં છતાં બન્નેમાંથી એકપણ વસ્તુ તબીબને આપવામાં ન આવતાં આખરે તબીબે વિશ્વાસઘાત થયાનું જણાતા પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફએ પાંચ શખ્સો વિરૂઘ્ધ વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular