Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં રૂપિયાની ઉઘરાણીના પ્રશ્ને બે મિત્રો વચ્ચે બબાલ

જામનગરમાં રૂપિયાની ઉઘરાણીના પ્રશ્ને બે મિત્રો વચ્ચે બબાલ

પૈસાની ઉઘરાણી કરવા જતાં બે શખ્સોએ ધોકા વડે હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યા ની ફરિયાદ

જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં બે મિત્રોને પૈસાની લેતી દેતી ના મામલે તકરાર થઈ હતી અને 80 હજાર રૂપિયા ઉછીના આપનાર યુવાનને પૈસાની ઉઘરાણી કરવા જતાં આખરે માર ખાવાનો વારો આવ્યો છે. અને બે શખ્સો એ લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા હોવાથી પોલીસ ફરિયાદ કરાઇ છે.

- Advertisement -

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના નીલકંઠનગરમાં રહેતા અબ્દુલ હાફીઝ અલ્લારખાભાઈ અખાણી નામના 29 વર્ષના વેપારી યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પોતાના જ મિત્ર ગાંધીનગરમાં રહેતા દિવ્યરાજસિંહ દશરથસિંહ જાડેજા અને તેના સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી અને આરોપી બંને એકબીજાના મિત્ર છે, અને મિત્રના સંબંધમાં ફરીયાદી અબ્દુલહાફિઝે આરોપી દિવ્યરાજસિંહ ને 80 હજાર રૂપિયા હાથ ઉછીના આપેલા હતા. જે રકમ ની ઉઘરાણી કરવા જતાં આરોપી દિવ્યરાજસિંહ પોતાના સાગરીત સાથે હુમલો કરી દઇ ફરીથી પૈસા માંગશે તો પતાવી નાખશે, તેવી ધમકી આપી હોવાથી મામલો સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, પોલીસ બંને હુમલાખોર આરોપીને શોધી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular