ભાણવડ તાલુકાના વેરાડ ગામમાં સ્મશાન પાછળ આવેલી વાડીમાં પોલીસે રેડ દરમ્યાન 102 બોટલ દારૂ ઝડપી લઇ નાસી ગયેલાં શખ્સની ધરપકડ માટે ચક્રો ગતીમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ ભાણવડ તાલુકાના વેરાડ ગામમાં સ્મશાનની પાછળના ભાગમાં આવેલી નિર્મલસિંહ બચુભા જાડેજાના ભોગવટાની વાડીમાં દારૂની જથ્થો હોવાની હેકો.કિશોર નંદાણીયા અને ખીમા કરમુરને મળેલી બાતમીને આધારે જિલ્લા પોલીસવડા સુનિલ જોષીની સુચનાથી ડિવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એચ.જોષી તથા એએસઆઇ એલ.એલ.ગઢવી, જયદેવસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ. કિશોરભાઇ નંદાણીયા, કનુભાઇ મકવાણા, ખીમાભાઇ કરમુર, પરેશભાઇ સાંજવા, કિશોરસિંહ જાડેજા, કાનાભાઇ માડમ, મયુરસિંહ જાડેજા તથા પો.કોન્સ વિપુલભાઇ મોરી સહિતના રેઇડ દરમ્યાન નિર્મલસિંહની વાડીમાં તલાસી લેતાં રૂા.32,325ની કિંમતની જુદી-જુદી બનાવટની 102 નંગ દારૂની બોટલો મળી આવતાં કબજે કરી અને નાશી ગયેલાં નિર્મલસિંહની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ભાણવડ તાલુકાના વેરાડ ગામની વાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
પોલીસે રેઇડ દરમ્યાન 102 બોટલ કબ્જે કરી: નાશી ગયેલાં આરોપીની શોધખોળ