Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર ખિજડીયા બાયપાસ પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો

જામનગર ખિજડીયા બાયપાસ પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો

204 નંગ બોટલ તથા મોટરકાર સહિત કુલ રૂા.4,01,600ના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા

- Advertisement -

જામનગર ખિજડીયા બાયપાસ પાસેથી પસાર થતી મોટર માંથી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા રૂા.81,600ની 204 નંગ વિદેશી દારૂની બોટલ અને રૂપિયા 3,00,000ની કિંમતની કાર તથા 20,000ની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.4,01,600ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડયા છે.

- Advertisement -

આ અંગેની વિગત મૂજબ જામનગર ખિજડીયા બાયપાસ જયમાતાજી હોટેલ પાસે હાઇ-વે રોડ ઉપરથી રાજકોટથી જામનગર આવતી મોટરકારમાં વિદેશી દારૂની બોટલ હોવાની નિર્મળસિંહ જાડેજા, રાજેશભાઇ સુવા, સલિમભાઇ નોઇડા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચના તેમજ એલસીબી પીઆઇ કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ એ.એસ. ગરચર, પોલીસ હે.કો. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા,સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, ગિરીરાજસિંહ જાડેજા, તથા પોલીસ કો. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે આઇ ટેન કાર માંથી રૂા.72,000ની કિંમતની 180 નંગ વિસ્કીની બોટલ, રૂા.9,600ની કિંમતની 24 નંગ વોટકાની બોટલ તથા રૂા.3,00,000ની કિંમતની તથા રૂા.20,000 ની કિંમતના બે નંગ મોબાઇલ મળી કુલ રૂા. 4,01,600ના મુદ્દામાલ સાથે મયૂર રામજીભાઇ સોઢા (રહે.મધુરમ રેસીડેન્સી બ્લોક નં.192/54), સુરેશ ઉર્ફે સુર્યો કાનજીભાઇ ડાભી(રહે. શાંતિનગર શેરી.નં.02)ને મુદામાલ સાથે પકડી તેમજ ઇંગ્લીશ દારૂનો જથ્થો મગાવનાર જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા કલુભા જાડેજા (રહે. શાંતિનગર ) વિદેશી દારૂનો જથ્થો મોકલનાર કિશોરભાઇ કાઢી(રહે.રામપરા) ને ફરાર જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular