Sunday, December 7, 2025
Homeરાજ્યહાલારબરડા ડુંગર વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

બરડા ડુંગર વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આવેલા બરડા ડુંગરમાં સ્થિત ધામણીનેસ ખાતે રહેતા પરબત જીવણ રબારી નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં છુપાવીને રાખેલો રૂા.33,600 ની કિંમતનો 84 બોટલ વિદેશી દારૂનો જથ્થો એલસીબી પોલીસે પકડી પાડ્યો હતો. જો કે આ દરોડા દરમિયાન આરોપી પરબત રબારી પોલીસને હાથ લાગ્યો ન હતો. જે અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો છે.

- Advertisement -

આ કાર્યવાહી એલસીબી પીઆઈ કે.કે. ગોહિલની સૂચના મુજબ એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા તથા કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજાની બાતમીના આધારે કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular