Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

જામનગર શહેરમાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

શખ્સની શોધખોળ : સાધના કોલોનીમાંથી દારૂના ચપટા સાથે શખ્સ ઝડપાયો : સપ્લાયરનું નામ ખુલ્યું

- Advertisement -

જામનગર શહેરના મહાદેવનગરમાં રહેતાં શખ્સના મકાનમાંથી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસે રેઈડ દરમિયાન રૂા.29000 ની કિંમતની 58 બોટલ દારૂનો જથ્થો કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી. જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતાં શખ્સને તેના ઘરેથી ઇંગ્લીશ દારૂના ચપટા સાથે ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના મહાદેવનગર વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની સિટી સી ડીવીઝનના પો.કો. યુવરાજસિંહ જાડેજા, હરદીપ બારડને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.એ.પરમાર, હેકો ફેઝલભાઈ મામદભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ ફતેસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, વિપુલભાઈ જગદીશભાઇ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ વસંતભાઈ બારડ, યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન મયુર કરશન ભાટીયાના મકાનની તલાસી લેતા તેમાંથી રૂા.29 હજારની કિંમતની 58 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે દારૂ કબ્જે કરી મયુરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

બીજો દરોડો, જામનગર શહેરના સાધના કોલોની બ્લોક નં.એમ-63 રૂમ નં.4009 માં રહેતાં અને કુરિયર કામ કરતા શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મકાનમાંથી રૂા.700 ની કિંમતના સાત નંગ દારૂના ચપટા મળી આવતા પોલીસે પિયુષ મુકુંદરાય કાકુ નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો શબીર ઉર્ફે શબલો રાધે મેમણ દ્વારા સપ્લાય કર્યો હોવાની કેફીયત આપતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular