જામનગર શહેરના ગોકુલનગરમાં આવેલા અયોધ્યાનગરમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.15000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 30 બોટલો સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં વધુ બે શખ્સોના નામો ખુલતા ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં આવેલા અયોધ્યાનગર શેરી નં.7 માં રહેતાં ભીમા કારા વસરા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન મકાનમાં તલાસી લેતા રૂા.15000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 30 બોટલો મળી આવતા પોલીસે ભીમાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો લાલપુરના લક્ષ્મણ ઉર્ફે અજય ભીમા વસરા અને હનુમાનગામના લખમણ ઉર્ફે રતન કેશુ ગોધાણિયા નામના બે શખ્સોએ સપ્લાય કર્યો હોવાનું ખુલતાં પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અન્ય બે શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.