ધ્રોલ ગામના હાડાટોડા ગામમાં રહેતાં શખ્સના મકાનમાં પતરાના છાપરા નીચે ઘઉં ભરવાની કોઠીમાંથી પોલીસે 42 બોટલ દારૂ અને 15 નંગ ચપલા કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી. જામનગર તાલુકાના દડિયા ગામ નજીકથી પોલીસે દારૂના બે નંગ ચપલા સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં રહેતાં શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ પી જી પનારા તથા સ્ટાફે રેઇડ દરમિયાન જયેન્દ્રસિંહ સહદેવસિંહ જાડેજાના કબ્જાના મકાનમાં આવેલા પતરાના છાપરા નીચે રાખેલી ઘઉં ભરવાની લોખંડની કોઠીમાંથી તલાસી લેતા તેમાંથી રૂા.21000 ની કિંમતની 42 બોટલ ઈંગ્લીશ દારૂ તથા રૂા.3750 ની કિંમતના 15 નંગ દારૂના ચપલા સહિત કુલ રૂા.24,750 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે દારૂનો કબ્જો સંભાળી જયેન્દ્રસિંહની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર તાલુકાના દડિયા ગામથી આગળ રણજીતસાગર રોડ પરથી પસાર થતા રણછોડ સંજય વડેસા નામના શ્રમિક શખ્સને પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.320 ની કિંમતના ઈંગ્લીદશ દારૂના બે ચપલા મળી આવતા રણછોડદની અટકાયત કરી હતી.