જામનગર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.14500 ની કિંમતની 29 બોટલ દારૂ ઝડપી લઇ નાશી ગયેલા શખ્સની શોધખોળ આરંભી હતી. જામનગરના ખંભાળિયા ગેઈટ પાસેથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની બે બોટલો મળી આવતા વધુ તપાસ હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા દલિતનગર શેરી નં.1 મા રહેતા મનિષ ડાયા શેખવા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની જાણના આધારે પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતના ઘરમાંથી રૂા.14500 ની કિંમતની 29 બોટલ દારૂ મળી આવતા નાશી ગયેલા મનિષની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરમાં ખંભાળિયા ગેઈટ પાસેથી પસાર થતા જગદીશ ઉર્ફે જગો મોહન પરમાર નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની બે બોટલ મળી આવતા પૂછપરછ હાથ ધરતા આ દારૂની બોટલ ઉમેશ ઉર્ફે બાબુડી બાબુ નાખવા નામના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા પોલીસે ઉમેશની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.