જામનગર શહેરના પ્રભાતનગરના ઢાળિયા પાસેના વિસ્તારમાં રહેતા શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન શખ્સને રૂા.65,500 ની કિંમતના 131 બોટલ દારૂ સાથે ઝડપી લઇ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં વુલનમીલ પાસેથી પસાર થતા શખ્સને દારૂની બોટલ અને બાઈક સહિત રૂા.30,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં પ્રભાતનગર ઢાળિયા પાસે વિસ્તારમાં રહેતાં સુલતાન ઈસાક હાલાણી નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીઆઈ એમ.જે. જલુની સૂચનાથી પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન મકાનની તલાસી લેતા તેમાંથી રૂા.65500 ની કિંમતની દારૂની 131 બોટલો મળી આવતાં પોલીસે આ દારૂનો જથ્થો કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો હુશેન ખેરાણી અને હાસમ જીવરાણી નામના બે શખ્સો દ્વારા સપ્લાય કરાયો હોવાનું ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી સપ્લાયરોની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરમાં વુલનમીલ મહાકાળી સર્કલ પાસેથી પસાર થતા અફઝલ સીકંદર બ્લોચ અને આરીફ હારુન ખીરા નામના બે બાઈકસવારને એલસીબીની ટીમે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.400 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા એલસીબીએ બાઈક અને દારૂની બોટલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી.
જામનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
એક શખ્સની દારૂ સાથે અટકાયત : બે સપ્લાયરોની સંડોવણી ખુલ્લી: મહાકાળી સર્કલ પાસેથે દારૂ સાથે બે ઝડપાયા