જામનગર શહેરના રામેશ્વર નગર શકિતપાર્ક વિસ્તારમાં પાર્ક કરેલી કારની પોલીસે તલાસી લેતા તેમાંથી રૂા.58500 ની કિંમતની દારૂની 117 બોટલ મળી આવતા કાર અને દારૂ સહિત રૂા.2.57 લાખનો મુદ્દામાલ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વર નગર વિસ્તારમાં આવેલા શકિતપાર્ક 2 માં રહેતાં નાગરાજસિંહ ભરતસિંહ જાડેજાના કબ્જાની કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ વાય.બી. રાણા તથા સ્ટાફે રેઈડ દરમિયાન જીજે-10-સીજી-9227 નંબરની મારૂતિ કારની તલાસી લેતા તેમાંથી રૂા.58500 ની કિંમતની દારૂની 117 બોટલ મળી આવતા પોલીસે બે લાખની કિંમતની કાર અને રૂા.58500નો દારૂ મળી કુલ રૂા.2,58,500 નો મુદ્દામાલ કબ્જે કરી નાગરાજસિંહની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગરમાં કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
117 બોટલ દારૂ અને કાર કબ્જે : શખ્સની પોલીસ દ્વારા શોધખોળ