ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં ભરવાડ પાડામાં રહેતાં શખ્સના મકાનમાંથી એસઓજીની ટીમે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.1,33,500 ની કિંમતની જુદી જુદી બ્રાન્ડની 890 નંગ નશાકારક કેફી પીણાની બોટલો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં ભરવાડ પાડામાં રહેતાં સાગર ગમારા નામના શખ્સના મકાનમાં કેફી પીણાનો જથ્થો હોવાની એસઓજીના હેકો રાજેશ મકવાણા, શોભરાજસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ ઝાલાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ જે.વી. ચૌધરી તથા પીએસઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન મકાનમાં તલાસી લેતા રૂા.1,33,500 ની કિંમતની જુદી-જુદી બ્રાન્ડની 890 નંગ નશાકારક કેફી પીણાનો જથ્થો મળી આવતા પોલીસે સાગર રમેશ ગમારા નામના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી આવા નશાકારક કેફી પીણાનો બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. આ બાબત ધ્યાને આવતા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા શહેરના માર્ગો પર કડક કાર્યવાહી અંતર્ગત ફરીને દુકાનોમાં જાહેરમાં નશાકારક પ્રવાહીનું વેચાણ કરતા દુકાનદારકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે.