જામનગર શહેરના વાલ્કેશ્વરીનગરીમાં પાર્ક કરેલી અમદાવાદ પાસીંગની કારને એલસીબીની ટીમે તલાસી લેતા તેમાંથી રૂા. 25,400 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 125 બોટલ અને દોઢ લાખની કાર મળી કુલ રૂા.1,75,400 નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ આરંભી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના વાલ્કેશ્વરીનગરીમાં પાર્ક કરેલી કારમાં દારૂનો જથ્થો હોવાની શિવભદ્રસિંહ જાડેજા, ફીરોજ ખફી, હરદીપ ધાધલને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ કારની તલાસી લીધી હતી.
કારની તલાસી લેતા તેમાંથી રૂા.25,400 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 125 બોટલ દારૂ મળી આવતા એલસીબીની ટીમે દારૂનો જથ્થો અને રૂા.1,50,000 ની કિંમતની જીજે-01-એફટી-1563 નંબરની કાર મળી કુલ રૂા.1,75,400 નો મુદ્દામાલ કબ્જે કરી કારના નંબરના આધારે બુટલેગરોની શોધખોળ માટે તપાસ આરંભી હતી.