Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં રહેણાંક મકાનમાંથી બીયરનો જથ્થો મળી આવ્યો

જામનગર શહેરમાં રહેણાંક મકાનમાંથી બીયરનો જથ્થો મળી આવ્યો

એલસીબીએ રેઈડ દરમિયાન ટીન કબ્જે કર્યા : આરોપીની શોધખોળ : આરબલુસમાંથી 11 બોટલ દારૂ સાથે શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરના નાગનાથ ગેઈટ વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી એલસીબીની ટીમે રેઈડ દરમિયાન બીયરના 24 ટીન ઝડપી લઇ શખ્સની શોધખોળ આરંભી હતી. લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેણાંક મકાનમાંથી સ્થાનિક પોલીસે 11 બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગરમાંથી સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે ઈંગ્લીશ દારૂના પાઉચ સાથે એક શખ્સને ઝડપી લઇ પૂછપરછ આરંભી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના નાગનાથ ગેઈટ કુંભારવાડામાં રહેતાં મામદના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના હરદીપ બારડ, મયુરસિંહ પરમાર, ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન મકાનમાંથી તલાસી લેતા રૂા.2400 ની કિંમતના બીયરના 24 ટીન મળી આવતા એલસીબીએ મામદ કાસમ હલાણી નામના શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

બીજો દરોડો, લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે રેઈડ દરમિયાન અશોક ખીમજી ગડારાના મકાનમાંથી તલાસી લેતા તેમાંથી રૂા.1100 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 11 બોટલ મળી આવતા પોલીસે દારૂ સાથે અશોકને દબોચી લીધો હતો. ત્રીજો દરોડો, જામનગર શહેરમાં ખુલ્લા ફાટક પાસેથી પસાર થતા મનિષ જેઠા વાઘેલા નામના શખ્સને સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા મનિષના કબ્જામાંથી રૂા.600 ની કિંમતના દારૂના છ પાઉચ મળી આવતા પોલીસે પૂછપરછ હાથ ધરતા આ દારૂના પાઉચ હનુમાન ટેકરી દલિતનગરમાં રહેતાં અશ્ર્વિન ડાયા શેખવાની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular