જામનગર શહેરમાં જનતા ફાટક નજીક આવેલી પાનની દુકાનમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો રાખી વેંચાણ કરતા સ્થળે એસઓજીની ટીમે રેઈડ દરમિયાન એક લાખની કિંમતના 189 ઈ-સિગારેટના પેકેટ સાથે દુકાનદાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં જનતા ફાટક પાસે આવેલી જવાહર પાનની દુકાનમાં પ્રતિબંધિત ઈ-સિગરેટનું વેચાણ કરાતું હોવાની રમેશ ચાવડા, મયુદ્દિન સૈયદ, અરજણ કોડિયાતરને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચૌધરી અને પીએસઆઈ જે.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે ફરજ દરમિયાન રાજકુમાર ઉર્ફે રાજા તન્નાની જવાહર પાન નામની દુકાનમાં તલાસી લેતા તેમાંથી રૂા.1,00,000 ની કિંમતના ઈ-સિગરેટના 189 પેકેટ મળી આવતા પોલીસે રાજકુમાર વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.