Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરલંડનની ક્રિકેટ કલબમાં શાનદાર પર્ફોમન્સ કરતો જામનગરનો ખેલાડી

લંડનની ક્રિકેટ કલબમાં શાનદાર પર્ફોમન્સ કરતો જામનગરનો ખેલાડી

- Advertisement -

જામનગરમાંથી ક્રિકેટ ક્ષેત્રે અનેક પ્રતિભાવો ઊભરી રહી છે અને જામનગરે અનેક વિશ્ર્વકક્ષાના ખ્યાતનામ ક્રિકેટરો આપ્યા છે ત્યારે જામનગરના વધુ એક યુવા અને પ્રતિભાશાળી ક્રિકેટરે વિદેશની ધરતી પર ક્રિકેટ ક્ષેત્રે જામનગરનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -

મૂળ જામનગરના યુવા ખેલાડી ધર્મવીર સિંહ જાડેજાની થોડા સમય પહેલા ઇંગ્લેન્ડમાં લંડન ખાતે ખ્યાતનામ ક્રિકેટ ક્લબમાં પસંદગી કરવામાં આવી હતી અને ત્યારબાદ તાજેતરમાં યોજાયેલ મિડલસેક્સ કાઉન્ટી ક્રિકેટ લીગમાં આ યુવા ખેલાડીએ શાનદાર પ્રદર્શન કરી જામનગરનું નામ અને ગૌરવ વિદેશમાં પણ વધાર્યું છે.

મુળ ગામ ભંગડા અને હાલ જામનગર નિવાસી ઘરમવિરસિંહ દિલિપસિંહ જાડેજા જેઓ યુકે (લંડન) મા ચાલી રહેલ મિડલસેકસ કાઊન્ટી ક્રિકેટ લિગમાં ટીમ ઓલ્ડ આઇઝલર્વથ કલબ તરફથી રમતા તેઓએ શાનદાર પ્રદર્શન કર્યુ છે અને ધરમવિસિંહ જાડેજાને કાઊન્ટી લિગમા ડ્રાઈસ્ટ વિકેટ ટેકરનો એર્વોડ પણ મળ્યો છે. અને ઓલ્ડ આઇઝલર્વથ ક્રિકેટ કલબ વતી તેને પ્લેયર ઓફ ધ પર પણ આપવામાં આવ્યુ છે.

- Advertisement -

ધરમવિરસિંહ જાડેજા કે જેઓ લેફ્ટ આફ લેફટ આર્મ સ્પીનર છે તેણે આ સીઝનમા 42 વિકેટ મળેલ છે તેઓને આસિધ્ધી હાંસલ કરવાબદલ ઓલ્ડ આઇઝલર્યથ ક્રિકેટ કલબ તરફથી તેમનું સન્માન કરવા સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જામનગરમાંથી પણ આ યુવા ખેલાડી માટે શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular