પંજાબમાં ગઈકાલે મોડીરાત્રે ગુરૂ રવિદાસના પવિત્ર સ્થાન ખુશાલ ગઢ સાહેબ ખાતે વૈશાખીની ઉજવણી કરવા માટે પગપાળા જઈ રહેલા યાત્રાળુને ટ્રકે કચડી નાખ્યા હતાં. આ ગંભીર અકસ્માતમાં આઠ શ્રધ્ધાળુઓના મોત થયા હતાં. જયારે 13 લોકો ગંભીર રીતે ઘવાયા હતાં.
વૈશાખીના પાવન પર્વ પર શ્રી ખુશાલગઢ સાહેબની ચરણચોહ ગંગાના દર્શન કરવા પગપાળા જઈ રહેલા શ્રધ્ધાળુઓ ને પાછથળ પુરજોશ ઝડપે આવી રહેલા એક ટ્રકે હડફેટે લેતા ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા હતાંઉ જ્યારે 13 લોકો ગંભીર રીતે ઘયાલ થયા હતાં. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન ત્રણના મૃત્યુ નિપજ્યાં હતાં. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.