Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં રહેણાંક મકાનમાંથી દારૂની બોટલ સાથે શખ્સ ઝબ્બે

જામનગર શહેરમાં રહેણાંક મકાનમાંથી દારૂની બોટલ સાથે શખ્સ ઝબ્બે

નવ બોટલ દારૂ કબ્જે કરતી પોલીસ : રાજ ચેમ્બર પાસેથી બીયરના ટીન સાથે બાઈકસવાર બે શખ્સ ઝડપાયા: સપ્લાયરનું નામ ખુલ્યું

- Advertisement -

જામનગર શહેરના ખોડિયાર કોલોની ક્રિસ્ટલ મોલ સામેના એપાર્ટમેન્ટમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન નવ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. જામનગરના ખોડિયાર કોલોની રાજચેમ્બર પાસેથી બાઈકમાં પસાર થતા બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેમની પાસેથી બીયરના છ ટીન મળી આવતા બંનેની અટકાયત કરી હતી.

- Advertisement -

દારૂ અંગેના દરોડામાં પ્રથમ દરોડો જામનગર શહેરમાં ખોડિયાર કોલોની ક્રિસ્ટલ મોલ સામે આવેલા રાધેશ્યામ 03 માં પ્રથમ માળે રહેતાં જયેશ પ્રવિણ માતંગ નામના શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા ફલેટમાંથી રૂા.4500 ની કિંમતની 9 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બીજો દરોડો, જામનગર શહેરના ખોડિયાર કોલોની રાજ ચેમ્બર પાસેથી પોલીસે પસાર થતા જીજે-10-ડીડી-2162 નંબરના બાઈકને આંતરીને પ્રતિકસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા નામના બંને શખ્સોને તલાસી લેતા તેમની પાસેથી છ બીયરના ટીન મળી આવતા પોલીસ સ્ટાફે બંનેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો જયેશ પ્રવિણ માતંગ દ્વારા સપ્લાય કરાયો હોવાનું ખુલતા ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular