જામનગર શહેરમાં પટેલનગર વિસ્તારમાંથી પોલીસે આઠ બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગર તાલુકાના દરેડ ગામમાં પેટ્રોલ પંપ પાસેથી પોલીસે બે શખ્સોને બીયરના બે ટીન સાથે ઝડપી લીધા હતાં.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં ન્યુ હર્ષદ મીલની ચાલી વિસ્તારમાં આવેલા પટેલ નગર પાછળના વિસ્તારમાં રહેતા અક્ષય ઉર્ફે લાલો વિજય અઢીયા નામના શખ્સને આંતરીને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.4000 ની કિંમતની દારૂની આઠ બોટલ મળી આવતા પોલીસે અક્ષયની ધરપકડ કરી પૂછપરછ આરંભી હતી. બીજો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાં પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ, મનિષ મુકેશ ગાગલિયા નામના બે શખ્સોને પંચ બી પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.200 ની કિંમતના બીયરના બે ટીન મળી આવતા પોલીસે બંનેની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.