જામનગર શહેરમાં લાલબહાદુર શાસ્ત્રીનગરમાં રહેતાં શખ્સના મકાનમાંથી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે ઝડપી લઇ પૂછપરી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના લાલપુર બહાદુરશાસ્ત્રીનગર સોસાયટી બ્લોક નં.48 શેરી નં.2 માં રહેતા મનિષ સુરેશચંદ્ર વ્યાસ નામના શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે એએસઆઈ એસ. આર. ચાવડા તથા સ્ટાફે રેઈડ દરમિયાન મકાનમાંથી તલાસી લેતા તેમાંથી રૂા.1000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની બે બોટલો મળી આવતા પોલીસે મનિષની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં દારૂના જથ્થામાં શિવરાજસિંહ નવલસિંહ ઝાલાની સંડોવણી ખુલી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી