જામનગર શહેરમાં ભીમવાસ વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન 17 બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે ભીમવાસ શેરી નં.1 માં રહેતાં સુનિલ ઉર્ફે ટકો રમેશ વાઘેલા નામના શ્રમિક શખ્સના મકાનમાંથી સીટી બી ડીવીઝન પોલીસે તલાસી લેતા રૂા.8500 ની કિંમતની 17 બોટલ દારૂ મળી આવતા પોલીસે સુનિલની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો ઠેબા ગામના સંજય ઉર્ફે ગાંગોલી રાઠોડ પાસેથી ખરીદ્યાની કેફીયત આપી હતી. જેના આધારે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.