જામનગર શહેર નજીક ધોરીમાર્ગ પરથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.7500 ની કિંમતની દારૂની 15 બોટલ મળી આવતા પોલીસે શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધુંવાવ નજીકથી પસાર થતા શખ્સને પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં રહેતાં ભાવેશ એભાભાઈ લાધવા નામના ડ્રાઈવિંગ કરતા શખ્સના કબ્જામાંથી રૂા.7500 ની કિંમતની 15 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા પોલીસે ભાવેશની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.