ખંભાળિયા નજીકના સલાયા માર્ગ પર એસ્સાર બલ્ક ટર્મિનલના ગેઈટ પાસેથી પોલીસે નાના માંઢા ગામના રહીશ ગોપાલ હરદાસ મસુરા નામના 27 વર્ષના ગઢવી શખ્સને રૂા. 6,000 ની કિંમતની વિદેશી દારૂની બાર બોટલ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂા.11,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. દારૂનો આ જથ્થો તેને જામનગરનો રમેશ પારીયા નામનો શખ્સ સફેદ કલરની કારમાં આપી ગયો હોવાનું જાહેર થયું છે. જે સંદર્ભે સલાયા મરીન પોલીસ મથકમાં બંને શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
કલ્યાણપુરથી આશરે 35 કિલોમીટર દૂર ભોગાત ગામે રહેતા સામત ધારા લુણા નામના શખ્સના રહેણાંક મકાન વિસ્તારની વાડીના કુવા પાસે પોલીસે દરોડો પાડી, આ સ્થળે દેશી દારૂની ચાલુ હાલતમાં ભઠ્ઠી પકડી પાડી હતી. જેમાં પોલીસે દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો, સ્ટીલની ટાંકી, ગેસનો ચૂલો, ગેસ સિલિન્ડર વિગેરે મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ સ્થળે આરોપી સામત લુણા મળી ન આવતા કલ્યાણપુર પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ આગળની તપાસ હાથ ધરી છે. ખંભાળિયામાં મિલન ચાર રસ્તા પાસેથી પોલીસે પોરબંદરમાં રહેતા યશોધનસિંહ પુનિતસિંહ જેઠવા નામના 27 વર્ષના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં રૂા. 20,000 ની કિંમતના મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી હતો.