જામનગર શહેરમાં બાયની વાડી વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન મકાનમાંથી રૂા.12000 ની કિંમતની 24 બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગર તાલુકાના ધુતારપર ગામમાંથી પોલીસે ત્રણ બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના બાયની વાડી વિસ્તારમાં આવેલા મંદિર સામે રહેતાં યશવંત ઉર્ફે યશુ દામજી પરમાર નામના મજૂરી કામ કરતાં શખ્સના ઘરમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે એએસઆઈ કે.પી. જાડેજા તથા સ્ટાફે રેઈડ દરમિયાન મકાનમાંથી તલાસી લેતા રૂા.12000 ની કિંમતની 24 બોટલ દારૂ મળી આવતા પોલીસે યશવંતની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો વિજય દામજી પરમાર નામના તેના સગાભાઇએ આપ્યો હોવાની કેફિયતના આધારે પોલીસે વિજયની શોધખોળ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રામનગર સોસાયટીમાં માતાજીના મઢ પાસેથી પસાર થતા સંજય નારણ માજુસા નામના શખ્સને પંચ એ પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે સંજયની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.