Friday, October 18, 2024
Homeરાજ્યહાલારધ્રાંગડા ગામના પાટીયા પાસેથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

ધ્રાંગડા ગામના પાટીયા પાસેથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

24 નંગ દારૂની બોટલ તથા મોટરકાર સહિત કુલ રૂા.2,59,600 નો મુદ્દામાલ કબ્જે કરતી જામનગર એલસીબી

- Advertisement -

જામનગર એલસીબી પોલીસે ધ્રાંગડા ગામના પાટીયા પાસેથી એક શખ્સને 24 નંગ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર એલસીબીના હરદીપભાઈ બારડ, મયુરસિંહ પરમાર તથા ઋષિરાજસિંહ વાળાને ધ્રોલ નજીક ધ્રાંગડા ગામના પાટીયા પાસેથી એક શખ્સ દારૂની બોટલો સાથે પસાર થતો હોવાની મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરીના માર્ગદર્શન મુજબ એલસીબીના પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફ દ્વારા રેઇડ દરમિયાન જીતેન્દ્રસિંહ ઉર્ફે જે જે જુવાનસિંહ જાડેજા નામના શખ્સને પોતાના કબ્જામાંથી જીજે-01-આરકે-0815 નંબરની મોટરકારમાંથી રૂા.9600 ની કિંમતની 24 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ રૂા. 2,50,000 ની કિંમતની મોટરકાર સહિત કુલ રૂા.2,59,600 નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબીશન ધારા હેઠળ કાર્યવાહી કરી હતી. તેમજ દારૂ સપ્લાય કરનાર અમદાવાદની દિપ્તી ઉર્ફે દક્ષા ગોસ્વામીની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular