જામનગર શહેરના સુમરા ચાલી નજીક રહેણાંક મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.12,000ની કિંમતની 24 નંગ દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો અને દારૂનો જથ્થો પૂરો પાડનાર અન્ય શખ્સની શોધખોળ હાથ ધરી હતી. જામનગરના મોડા ગામમાંથી એક શખ્સને પોલીસે રૂા.400 ની કિંમતની દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. જામનગરના મહારાજા સોસાયટીમાંથી પોલીસે એક શખ્સને રૂા.500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં સુમરા ચાલી ઉનની કંદોરી સામે રૂમાન અલ્તાફ ખફીના રહેણાંક મકાનમાંથી સીટી એ પોલીસે રેઈડ દરમિયાન રૂા.12000 ની કિંમતની 24 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. અને પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો પૂરો પાડનાર અમીન અબ્બાસ ખફી નામના શખ્સની શોધખોળ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર જિલ્લાના મોડા ગામથી આગળ ચાવડા તરફ જતા રોડ પરથી પોલીસે રેઈડ દરમિયાન કલ્પેશ ખીમા ભાટુ નામના શખ્સને રૂા.400 ની કિંમતની દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. ત્રીજો દરોડો, જામનગર શહેરમાં મહારાજા સોસાયટી હુશેન ચોક પાસેથી પોલીસે રેઈડ દરમિયાન ફિરોજ જુમા સુધાગુનિયા નામના શખ્સને રૂા.500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.