જામનગર શહેરના ઈન્દિરા કોલોની વિસ્તારમાં રહેતાં પ્રૌઢ પડી જતાં માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. લાલપુર તાલુકાના મેઘપર ગામના યુવાનને શ્ર્વાસ લેવામાં તકલીફ થતા જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ખેતીવાડી સામે આવેલા ઈન્દિરા કોલોની વિસ્તારમાં રહેતાં વાલજીભાઇ પેઠાભાઈ પરમાર (ઉ.વ.55) નામના પ્રૌઢ કામ પર જતાં હતાં ત્યારે જી જી હોસ્પિટલ નજીક પડી જતાં નીચે પટકાતા માથામાં તથા કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર રાહુલ દ્વારા જાણ કરાતા હેકો એન બી સદાદીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માાટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, પંજાબના વતની અને લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતો તથા ડ્રાઈવિંગ કરતો સંજયકુમાર વિરુ મોહનલાલ રાજપૂત (ઉ.વ.34) નામના યુવાનને ગત તા.13 ના રોજ બપોરના સમયે તેના ઘરે શ્ર્વાસ લેવામાં તકલીફ થતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતુંં. આ અંગે અશ્ર્વિનભાઈ દ્વારા કરાયેલી જાણના આધારે હેકો એલ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.