Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરલોન ન ભરી શકતા કારખાનેદારે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

લોન ન ભરી શકતા કારખાનેદારે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

મયુર ગ્રીન્સમાં ઘરે ગળેટુંપો દઈ આત્મહત્યા : બે-ત્રણ લીધેલી લોન ભરપાઈ ન કરતા કરજ વધી ગયું : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

- Advertisement -

જામનગર શહેરના સાધના કોલોની રોડ પર આવેલી સોસાયટીમાં રહેતાં કારખાનેદારે તેના વ્યવસાય માટે લીધેલી લોન ભરપાઈ કરી શકતો ન હોવાથી દેણુ વધી જતા ખોટા વિચારો આવતા રવિવારે સવારના સમયે કારખાનેદારે તેના ઘરે આત્મહત્યા કરી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા મયુરગ્રીન્સ શેરી નં.5 માં રહેતાં લક્ષ્મણભાઈ લવજીભાઈ જાદવ (ઉ.વ.59) નામના સતવારા પ્રૌઢ કારખાનેદારે તેના કારખાના માટે બે-ત્રણ જગ્યાએથી લોન લીધી હતી પરંતુ, આ લોનના રૂપિયા વ્યવસાય બરાબર ચાલતો ન હોવાથી ભરી શકતો ન હતો અને લોનની રકમ ભરપાઈ ન કરતા દેણુ વધી ગયું હતું. જેના કારણે વેપારી પ્રૌઢને અવાર-નવાર ખોટા વિચારો આવતા હતાં. તે દરમિયાન રવિવારે લક્ષ્મણભાઈએ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર ગૌરવભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.ડી.ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular