જામજોધપુર ગામમાં દરબારગઢ વિસ્તારમાં રહેતા દરજી પ્રૌઢે અગમ્યકારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં દરબારગઢ વિસ્તારમાં રહેતાં અને દરજી કામ કરતા વિપુલભાઈ કાંતિલાલ ગોહેલ (ઉ.વ.52) નામના પ્રૌઢે સોમવારે બપોરના સમયે તેના ઘરે એકલા હતાં ત્યારે અગમ્યકારણોસર પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ મૃતકની પત્ની રીટાબેન દ્વારા જાણ કરાતા હેકો પી.બી. ખોલા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.