Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરપત્ની રીસામણી જતી રહેતાં પતિની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

પત્ની રીસામણી જતી રહેતાં પતિની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

બુધવારે બપોરના સમયે શરૂ સેકશન રોડ પર બનાવ : પાંચ વર્ષથી પત્ની રીસામણે : ચાર વર્ષથી માનસિક બીમાર યુવાને જિંદગી ટૂંકાવી

જામનગર શહેરના શરૂ સેકશન રોડ પર આવેલા જયશ્રી ટેનામેન્ટમાં રહેતાં યુવાનની પત્ની છેલ્લાં પાંચ વર્ષથી રીસામણે જતી રહેતાં અને ચાર વર્ષથી માનસિક બીમારીથી પીડાતા યુવાને હોવાથી તેના ઘરે છતના પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલા જયશ્રી ટેર્નામેન્ટમાં આવેલા નીતિનભાઈ મેરામણભાઈ કંડોરીયા (ઉ.વ.37) નામના યુવાનની પત્ની છેલ્લાં પાંચ વર્ષથી રીસામણે જતી રહી હતી. ત્યારબાદ ચાર વર્ષથી યુવાનને માનસિક બીમારી થઈ હતી. બુધવારે બપોરના સમયે તેના ઘરે એકલો હતો તે દરમિયાન છતના પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મનોજભાઈ કંડોરીયા દ્વારા જાણ કરાતા એએસઆઈ આર.એમ. ડુવા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular