Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારપુત્ર લઘુશંકા કરવા ગયો, અને પિતાએ દવા ગટગટાવી

પુત્ર લઘુશંકા કરવા ગયો, અને પિતાએ દવા ગટગટાવી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રહેતાં સતવારા પિતા-પુત્ર તેની કાર લઇ જામનગર આવતા હતાં ત્યારે સાપર ગામના પાટીયા નજીક પુત્ર લઘુશંકા કરવા ગયો અને પાછળથી પિતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ હાથ ધરતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામના શકિતનગર વિસ્તારમાં રહેતાં લક્ષ્મણભાઈ મુળજીભાઈ કણજારિયા (ઉ.વ.45) નામના યુવાન શુક્રવારે સવારના સમયે તેના પુત્ર જનક સાથે તેની અલ્ટો કારમાં જામનગર કોઇ કામસર જતા હતાં. તે દરમિયાન સાપર ગામના પાટીયા નજીક સી.એન.જી. પંપ પાસે પહોંચ્યા ત્યારે પુત્ર જનક લઘુશંકા કરવા ગયો હતો તે દરમિયાન કારમાં બેસેલા લક્ષ્મણભાઈ કણઝારિયાએ પોતાના હાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરત આવેલો પુત્ર પિતાની હાલત જોઇ હેબતાઈ ગયો હતો અને ત્યારબાદ પિતાને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં લક્ષ્મણભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જનક દ્વારા જાણ કરાતા હેકો સી.ડી.ગાંભવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular