જામનગર શહેરમાં પ્રણામી ટાઉનશીપ વિસ્તારમાં રહેતાં વૃદ્ધ અને તેના પુત્ર સાથે થયેલી બોલાચાલીનું મનમાં લાગી આવતા વૃદ્ધ માતાએ ગત તા.17 ના રોજ સાંજના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પ્રણામી ટાઉનશીપ વિસ્તારમાં રહેતાં સાધનાબેન સતિષભાઈ કલોલીયા (ઉ.વ.61) નામના સોની વૃધ્ધાને ગત તા.17 ના રોજ તેના પુત્ર ભાવિન સાથે બોલાચાલી થઇ હતી. પુત્ર સાથેની બોલાચાલીનું મનમાં લાગી આવતા સાધનાબેને તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મંગળવારે બપોરના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ભાવિનભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ યુ.પી. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.