Monday, February 24, 2025
Homeરાજ્યદ્વારકા જઈ રહેલ મીની બસ પલટી મારતા ગંભીર અકસ્માત સર્જાયો, 6 ઈજાગ્રસ્ત

દ્વારકા જઈ રહેલ મીની બસ પલટી મારતા ગંભીર અકસ્માત સર્જાયો, 6 ઈજાગ્રસ્ત

- Advertisement -

ગતમોડી રાત્રે અકસ્માતની એક ઘટના સામે આવી છે. જેમાં દ્વારકા જઈ રહેલ એક મીની બસને અકસ્માત નડ્યો છે. બસમાં 20 લોકો સવાર હતા જે પૈકી 6 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને રાજકોટ ખસેડવામાં આવ્યા છે. અમદાવાદથી દ્વારકા જઈ રહેલ મીની બસ રાજકોટ ચોટીલા હાઈવે પર પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -

અમદાવાદથી દ્વારકા જઈ રહેલ મીની પેસેન્જર બસમાં એક જ પરિવારના 16 સભ્યો સહીત 20 સભ્યો સવાર હતા ત્યારે રાજકોટ ચોટીલા હાઈવે પર મોડી રાત્રે બસને અકસ્માત નડ્યો હતો જેમાં એક શખ્સ રોડ ક્રોસ કરી રહ્યો હતો તેને ડ્રાઈવર બચાવવા જતા બસ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી જતા આ અકસ્માત સર્જાયો હતો. મીની પેસેન્જર બસ પલટી મારી જતા રોડ બ્લોક થઈ જતા જેસીબી મશીન દ્વારા બસને ખસેડવામાં કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

આ અકસ્માતમાં અમદાવાદના પરિવારના 6 સભ્યો ઉષાબેન દોશી,સમર્થ શાહ, અંકિતા દર્શનભાઈ, રેખાબેન શાહ, સાહિલ દોશી ઈજાગ્રસ્ત થતાં તેઓને 108 મારફતે રાજકોટની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ થતાં જ ચોટીલા પોલીસે ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular