Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ટ્રેનની અડફેટે આવતા આધેડનું મોત

જામનગરમાં ટ્રેનની અડફેટે આવતા આધેડનું મોત

- Advertisement -

જામનગરના વિજયનગર ફાટક પાસે ટ્રેનની અડફેટે આવતા એક અજાણ્યા આધેડનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતકના વારસદાર અંગે તજવીજ હાથ ધરી છે.

- Advertisement -

જામનગરમાં વિજયનગર ફાટક પાસે ગઈકાલના રોજ એક અજાણ્યા યુવકનું ટ્રેનની અડફેટે આવતા મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં તેણે મૃતદેહનો કબ્જો સંભાળી આધેડની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે, મૃતકના જમણા હાથમાં હિન્દીમાં રાહુલકુમાર તથા અંગ્રેજીમાં આરએસ ત્રોફાવેલ છે. આ અંગે કોઈને જાણ થાય તો સીટી સી ડીવીઝનનો સંપર્ક કરવા પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એ. પરમાર દ્રારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular