Thursday, January 16, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાં બાઇકની હડફેટે આધેડ ઈજાગ્રસ્ત

ખંભાળિયામાં બાઇકની હડફેટે આધેડ ઈજાગ્રસ્ત

- Advertisement -

ખંભાળિયામાં પોરબંદર હાઈવે માર્ગ પર આવેલી એક શાળાની બાજુમાં રહેતા રવજીભાઈ કાનાભાઈ કણજારીયા નામના 52 વર્ષના આધેડ પોતાના ઘર નજીકથી ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 સી.એચ. 3396 નંબરના એક મોટરસાયકલના ચાલકે રવજીભાઈને અડફેટે લેતા તેમને ફેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ખંભાળિયા પોલીસે અજાણ્યા બાઈક ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular