કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે વાડી વિસ્તારમાં રહેતા રણમલભાઈ ટપુભાઈ કારાવદરા નામના 50 વર્ષના મેર આધેડની બાજુમાં જ જમીન ધરાવતા તેમના કૌટુંબિક લીલાભાઈ ટપુભાઈ કારાવદરા, ગોગન ટપુભાઈ કારાવદરા, બાલુ લીલાભાઈ કારાવદરા અને લીલુબેન લીલાભાઈ કારાવદરા નામના ચાર કૌટુંબિક વ્યક્તિઓએ ભાઈઓ ભાગનો પાણીયારા કુવામાં ઈલેક્ટ્રીક ટીસી બાબતે થયેલી બોલાચારી બાદ બિભત્સ ગાળો કાઢી, લાકડી વડે બેફામ માર મારી, ફ્રેક્ચર સહિતની ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ રણમલભાઈ કારાવદરાએ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવી છે.
જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ 325, 324, 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.


