Monday, December 23, 2024
Homeરાજ્યહાલારભાટીયા નજીક પૂરપાટ જતા ટ્રકની હડફેટે બાઈક ચાલક આધેડ ઇજાગ્રસ્ત

ભાટીયા નજીક પૂરપાટ જતા ટ્રકની હડફેટે બાઈક ચાલક આધેડ ઇજાગ્રસ્ત

- Advertisement -

દ્વારકા તાલુકાના ટુંપણી ગામે રહેતા દેશુરભાઈ ગોધમ નામના 55 વર્ષના આધેડ ગત તારીખ 6 ના રોજ સવારના સમયે કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના બાયપાસ રોડ પાસેથી તેમના બાઈક પર બેસીને ટૂંપણી ગામથી ભાટિયા ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે ભાટિયા બાયપાસ પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જીજે-10-બીઆર-7679 નંબરની એક મોટરકારના ચાલકે દેશુરભાઈના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને શરીરના જુદા-જુદા ભાગોમાં ઈજાઓ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

આ બનાવ અંગે બીપીનભાઈ દેશુરભાઈ ગોધમ (ઉ.વ. 19) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular