Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકલેકટરના અધ્યક્ષ સ્થાને સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની બેઠક સંપન્ન

કલેકટરના અધ્યક્ષ સ્થાને સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની બેઠક સંપન્ન

- Advertisement -

બી.એ.શાહ જિલ્લા કલેક્ટર અને પ્રમુખ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, જામનગરના અધ્યક્ષ સ્થાને સમિતિની ત્રિમાસીક બેઠક અને સેવારત તથા પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની બેઠકનું કલેક્ટર કચેરીના સંભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દિકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થુ તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત કચેરીના યોગેશ સોનીએ પાવર પોઈન્ટ પ્રેઝ્ન્ટેશનથી રજુ કરી હતી તેમજ પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલ મુદ્દાઓ બાબતે કલેક્ટર સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી.

બેઠકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરના કમાન્ડર સંદિપ જયસ્વાલે સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ અંગેની વિગતો આપતા જણાવ્યુ હતુ કે તા.01/04 થી તા. 31/08 સુધીમાં 48 પરિવારોને રૂ.9,03,050ની માસીક આર્થીક સહાય, 02 પરિવારોને રૂ.55,000 દિકરી લગ્ન સહાય તેમજ 07 પરિવારોને અંતિમ ક્રિયા સહાય પેટે રૂ.70 હજાર મળી કુલ 10,28,050 ની સહાય ચુકવવામાં આવેલ છે.

- Advertisement -

ઉક્ત બેઠકમાં કલેક્ટરએ પુર્વ સૈનિકો તથા સ્વ.સૈનિકોના ધર્મપત્ની અને તેઓના આતોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સવલતો મળી રહે તે માટેની કાર્યવાહીને પ્રાધાન્ય આપી સરકાર તરફથી લાગુ પડતી તમામ સહાયના લાભો સમયસર મળી રહે તે બાબતની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચન કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, ઈન્ડીયન આર્મી, નેવી અને એર ફોર્સના અધિકારીઓ તથા હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ, એર ફોર્સ એસોસીએશન જામનગરના પ્રમુખ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular