દેશમાં રમાઈ રહેલી આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમાતી મેચોના પ્રસારણ ઉપર કરોડો રૂપિયાનો સટ્ટો રમાતો હોય છે. જેમાં નાના-નાના શહેરો અને ગામડાઓ પણ બાકાત નથી. ત્યાં પણ આ પ્રકારનો સટ્ટો રમાતો હોય છે. દરમિયાન બુધવારે રાજસ્થાન રોયલ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચ ઉપર ખારવા ચકલા ટાંક ફળી વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી એલસીબીની ટીમે રેઈડ દરમિયાન શખ્સને ઝડપી લઇ 54,200 નો મુદ્દામાલ કબ્જે કરી 8 ગ્રાહકો તથા એક કપાત કરાવનાર સહિત 10 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. જામનગરના ખંભાળિયા નાકા બહારના વિસ્તારમાં જાહેરમાં ક્રિકેટનો જૂગાર રમાડતા શખ્સને પોલીસે રૂા.9450 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
ભારતમાં હાલ આઈપીએલ ક્રિકેટ ફિવર ચાલી રહ્યો છે અને દેશમાં આ રમત સૌથી વધુ જોવાતી હોય છે. ટાટા આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બુધવારે રાજસ્થાન રોયલ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચેની ક્રિકેટ મેચ રમાઈ હતી. આ મેચના લાઇવ પ્રસારણ ઉપર જામનગરના ખારવા ચકલા ટાંક ફળીમાં રહેતો પ્રવિણ ભાણજીભાઈ સોનેરી નામનો શખ્સ ક્રિકેટનો ડબ્બો ચલાવતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીના પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ પાડી હતી.
એલસીબીએ રેઈડ દરમિયાન પ્રવિણ સોનેરીની અટકાયત કરી તેની પાસેથી રૂા.54,200 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં પ્રવિણ પાસે ફરારી ધોળકીયા જામનગર, રાજુ મારાજનો દિકરો જામનગર, શૈલેષ જામનગર, વલ્લભ કોળી જામનગર, દિલીપ જામનગર, જયલો જામનગર, હિતેશ મેડીકલ જામનગર, સુનિલ જુંગી જામનગર નામના ગ્રાહકોના નામ ખુલ્યા હતાં તેમજ જામનગરના બાબુલિયો મો.7039789416 પાસે કપાત કરાવતો હોવાની કેફીયત આપતા એલસીબીની ટીમે 10 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી સિટી એ ડીવીઝન પોલીસને સોંપી આપ્યા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરનાં ખંભાળિયા નાકા બહાર જાહેરમાં મોબાઇલમાં એપ્લીકેશન ઉપર ક્રિકેટનો જૂગાર રમાડતા મેહુનલ વિષ્ણુ ચાન્દ્રા નામના શખ્સને આઈપીએલ 2023 માં રાજસ્થાન રોયલ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાતી ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરના સોદાઓ કરતો ઝડપી લઇ તેની પાસેથી રૂા.4450 ની રોકડ રકમ અને પાંચ હજારની કિંમતનો એક મોબાઇલમ ળી કુલ રૂા.9450 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા મેહુલ જામનગરના લખન ભદ્રા પાસે કપાત કરાવતો હોવાની કેફીયત આપતા સીટી એ ડીવીઝન પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.