અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં રહેતા એક વેપારીનો વાનરો પ્રત્યે અનહદ પ્રેમ હતો. તેઓ છેલ્લા 17 વર્ષથી કપિરાજોને બિસ્કીટ ખવડાવતા હતા. પરંતુ થોડા દિવસ અગાઉ આ વેપારીને કોરોના થયો હતો. કોરોના દરમિયાન તેમનું મૃત્યુ થતાં 7 કિમી અંતર કાપી કપિરાજો મૃતકના ઘરે પહોંચી જતાં સૌ કોઈ અચંબામાં મૂકાઈ ગયા હતા.
બાયડના વેપારી આગેવાન સુરેશભાઈ દરજીનું કોરોનાથી મૃત્યુ થતાં તેમના પરિવારજનો સહીત વેપારીઓમાં શોક છવાયો હતો. તેઓ છેલ્લા 17 વર્ષથી પોતાના ઘરથી 7કિમી દુર ભુખેલ હનુમાનજીના મંદિરે દર શનિવારે વાનરોને બિસ્કીટ ખવડાવતા જતા હતા. પરંતુ કોરોનાથી તેમનું અવસાન થયા બાદ ગત શનિવારના રોજ વાનરોએ તેમને ન જોતા આખું ટોળું સોમવારે 7 કિમી દુર આવેલ સુરેશભાઈના ઘરે પહોચી ગયું હતું. જેને જોતા સૌ કોઈ સ્તબ્ધ બની ગયા હતા.
સુરેશભાઈ દરજીના પુત્ર સચિન ભાઈએ જણાવ્યું કે કપિરાજો મારા ઘર આગળ આવી બેસ્યા બાદ કોઈને પણ હેરાન કર્યા ન હતા તેઓ ઘર છોડી જતા પણ નથી. આવો જીવદયાપ્રત્યેનો પ્રેમ ભાગ્યે જ જોવા મળતો હોય છે.