Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

જામનગર શહેરમાં મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

દારૂની બોટલો અને મોબાઇલ એલસીબી દ્વારા કબ્જે : મુંગણીમાં બે સ્થળે દરોડામાં 155 નંગ ચપટા સાથે બે શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરમાં ન્યુ સાધના કોલોની પાછળના વિસ્તારમાં રહેણાંક મકાનમાં એલસીબીની ટીમે રેઈડ દરમિયાન 111 બોટલો સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેણાંક મકાનમાંથી રેઈડ દરમિયાન પોલીસે 70 નંગ ચપટા સાથે એક શખ્સને તેમજ અન્ય દરોડામાં 85 નંગ ચપટા સાથે એક શખ્સને ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.

દારૂના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં ન્યુ સાધના કોલોની પાછળ આવેલા માધવ બંગ્લોઝ સામેના વિસ્તારમાં રહેતાં મહેન્દ્ર રતીલાલ રાયઠઠ્ઠા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના યશપાલસિંહ જાડેજા અને યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામા તથા સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.35,795 ની કિંમતની 111 બોટલ દારૂ અને 500 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.36,295 ના મુદ્દામાલ સાથે મહેન્દ્રને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર તાલુકાના મુંગણી ગામમાં સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન વિજયસિંહ જાલમસંગ કેર નામના શખ્સના મકાનમાંથી રૂા.7000 ની કિંમતના 70 નંગ દારૂના ચપટા મળી આવતાં વિજયસિંહની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ હિતેશ ઓધળ ચાવડાના મકાનમાંથી તલાસી લેતા રૂા.8500 ની કિંમતની 85 નંગ દારૂના ચપટા મળી આવતાં પોલીસે હિતેશની અટકાયત કરી આગળની કાર્યવાીહ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular