જામનગર શહેરમાં લાલવાડી આવાસ કોલોનીમાં રહેતાં શખ્સને એલસીબીની ટીમને જાંબુડાના પાટીયા પાસેથી ગેરકાદયેસર પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ પિસ્તોલ જામનગરના ગોમતીપુરમાં રહેતાં શખ્સ પાસેથી મેળવી હોવાની કેફીયત આપી હતી.
આ અંગેની વિગતમુજબ, જામનગર તાલુકાના જાંબુડા ગામના પાટીયા પાસેથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાનો હોવાની એલસીબીના ભગીરથસિંહ સરવૈયા અને યશપાલસિંહ જાડેજાન મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા સહિતના સ્ટાફે જાંબુડાના પાટીયા પાસે વોચ ગોઠવી પસાર થતા સલીમ હમીર વહેવારિયા (રહે. લાલવાડી આવાસ, હાપા રોડ) નામના શખ્સને ઝડપી લીધો હતો.
એલસીબીએ સલીમની તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.25000 ની કિંમતની લાયસન્સ વગરની એક પિસ્તોલ અને રૂા.200 ની કિંમતના બે જીવતા કાર્ટીસ સહિત રૂા.25,200 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં આ ગેરકાયદેસર પિસ્તોલ શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતાં સલીમ ઈબ્રાહિમ કુરેશી નામના શખ્સે આપી હોવાની કેફીયત આપી હતી. જેના આધારે એલસીબીની ટીમે બન્ને શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી સલીમ ઈબ્રાહિમ કુરેશીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.