Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં દેશી બનાવટની પિસ્ટલ સાથે એક શખ્સ ઝડપાયો

જામનગરમાં દેશી બનાવટની પિસ્ટલ સાથે એક શખ્સ ઝડપાયો

વિકટોરિયા પુલ પાસે નદીના પટ્ટમાંથી એસઓજી શાખા દ્વારા પકડાયો

- Advertisement -

જામનગર એસઓજી શાખા દ્વારા વિકટોરિયા પુલ નીચે નદીના પટ્ટમાંથી એક ઇસમને દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની મળતી માહિતી અનુસાર, જામનગર એસઓજીના પીઆઇ એસ.એસ.નીનામા તથા પીએસઆઇ આર.વી.વિછી તથા વી.કે.ગઢવીની ટીમના મયુદિનભાઇ સૈયદ, રમેશભાઇ ચાવડા તથા દોલતસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જામનગર શહેરના વિકટોરિયા પુલ નીચે નદીના પટ્ટમાંથી રહીશ ઉર્ફે રયલો સલીમભાઇ કુરેશી નામના 27 વર્ષના શખ્સને રૂા.30 હજારની કિંમતની દેશી બનાવટની પિસ્ટલ, 200 રૂપિયાની 2 કાર્ટીશ સાથે પકડી પાડી આર્મ્સ એકટ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular