જામનગરના 49 દિગ્વીજયપ્લોટ મામા સાહેબના મંદિર સામેથી પોલીસે એક શખ્સને દારૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર સિટી સી પોલીસે 49 દિ.પ્લોટમાં મામાસાહેબના મંદિર સામેથી ઘનુભા દિપસિંહ જાડેજા નામના શખ્સને રૂા.500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો તેમજ દારૂની બોટલ સપ્લાય કરનાર જીગર ઉર્ફે રવિ ફુસની શોધખોળ હાથ ધરી હતી.