Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી 19 ટન કોલસા સાથે શખ્સ ઝડપાયો

જામનગરમાંથી 19 ટન કોલસા સાથે શખ્સ ઝડપાયો

એસઓજીની ટીમે બુકબ્રોન્ડ સર્કલ પાસેથી દબોચ્યો : રૂા.5.66 લાખનો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગર શહેરમાં બુકબ્રોન્ડ સર્કલ પાસેથી એસઓજીની ટીમે ટ્રકમાં કોલસો લઇ જતાં શખ્સને આંતરીને પૂછપરછ કરતાં 19 ટન કોલસો આધાર-પૂરાવા વગરનો મળી આવતા પોલીસે ટ્રક અને કોલસા સાથે શખ્સની અટકાયત કરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં બુકબ્રોન્ડ સર્કલ પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલા કોલસાનો ટ્રકમાં પરિવહન થવાની એસઓજીની શોભરાજસિંહ જાડેજા, હર્ષદ ડોરિયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચૌધરી અને પીએસઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બેડેશ્વર બાજુથી આવતા બાતમી મુજબના જીજે-10-ડબલ્યુ-5592 નંબરના ટ્રકને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.66,500 ની કિંમતનો 19 ટન કોલસો મળી આવ્યો હતો. જેથી પોલીસે કોલસાનો આધાર-પૂરાવો કે બીલ માંગતા હુશેન અબ્દુલ જેડા નામના ડ્રાઈવર પાસે આધાર-પૂરાવો ન હોવાથી એસઓજીની ટીમે રૂા.5 લાખની કિંમતનો ટ્રક અને રૂા. 66,500 નો કોલસો મળી કુલ રૂા.5,66,500 નો મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular