જામનગર શહેરના ખંભાળિયા ગેઈટ પાસે નાગરપરા વિસ્તારમાં આઈપીએલ 20-20 ક્રિકેટમેચના પ્રસારણ ઉપર જૂગાર રમાડતા શખ્સને પોલીસે રૂા.10,700ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ખંભાળિયા ગેઈટ પાસેના નાગરપરા વિસ્તારમાં સોની સમાજ પાસે જાહેરમાં આઈપીએલ ટી-20 ક્રિકેટમેચના કોલકતા કિંગ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે રમાતા ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર મોબાઇલ ફોનમાં હારજીતના સોદા પાડી જૂગાર રમાડતા સ્વીટુ ઉર્ફે શ્યામ જીતેશ પરમાર (ઉ.વ.30) (ડોકટર) નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.700ની રોકડ, રૂા.10 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.10,700ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરતા આ ક્રિકેટના જૂગારમાં મોરબીના હાર્દિક ભરવાડનું નામ ખુલતા સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


