જામનગર સીટી-એ પોલીસે મોબાઇલ ચોરીના કેસમાં સંડોવાયેલ શખ્સનું રૂા. 24000ની કિંમતના ચાર નંગ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર એસ.ટી. બસ સ્ટેન્ડની સામે આઇટીઆઇના ગેઇટની સામેના ભાગે ચાની હોટલ પાસે એક શખ્સ ચોરીમાં ગયેલ મુદ્ામાલ સાથે મોબાઇલ ફોન વહેંચવા નિકળવાનો હોવાની સીટી-એના હેકો શૈલેષભાઇ ઠાકરીયા તથા પોકો હિતેશભાઇ સાગઠીયાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકી તથા સીટી-એના પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સીટી એ પોલીસ સ્ટાફ દ્વારા બાતમીવાળા સ્થળેથી ઇમરાન ઉર્ફે ઇમલો યુનુસ ગઢકાઇ નામના શખ્સને ચાર નંગ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધો હતો. જેમાં સીટી-એમાં નોંધાયેલ મોબાઇલ ચોરીના કેસમાં રૂા. 18000ની કિંમતનો એક નંગ મોબાઇલ ફોન તથા અન્ય રૂા. 6000ની કિંમતના ત્રણ નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 24000ની કિંમતના ચાર નંગ મોબાઇલ ફોનનો મુદ્ામાલ કબજે કર્યો હતો.