જામનગર શહેરના પોશ વિસ્તારમાં રહેતો શખ્સ સીક્કા ગામમાં મધ્યરાત્રિના સમયે સીનસપાટા નાખવા જાહેરમાં હથિયાર કાઢી ફરતો હોવાની જાણ થતા પોલીસે શખ્સને ઝડપી લઇ રીવોલ્વર કબ્જે કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પોશ વિસ્તાર પાર્ક કોલોનીમાં રહેતા અમિત રમેશ નામનો શખ્સ ગત તા.05 ના રોજ મધ્યરાત્રિના દોઢ વાગ્યાના અરસામાં સીક્કા ગામમાં આવેલા નાઝ સીનેમા પાસે જાહેરમાં તેની પાસે રહેલી રીવોલ્વર કાઢી ખુલ્લેઆમ ધાક જમાવવા માટે સીનસપાટા કરતો હોવાની એસઓજીના પીએસઆઇ જે.ડી.પરમારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના પીઆઈ બી.એન.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસે અમિતને ઝડપી લઇ તેની પાસેથી રૂા.75,000 ની લાયસન્સવાળી રીવોલ્વર કબ્જે કરી ગુનો નોંધી ધરપકડ કરી હતી.